સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી વિશ્વભરમાં સૌથી વધુ કરવામાં આવતી બેરિયાટ્રિક સર્જરી છે.
આ સર્જરીમાં ૭૫થી ૮૦ % જેટલો જઠર નો ભાગ સ્ટેપલર કરીને કાઢી નાખવામાં આવે છે અને લાંબુ કેળા આકારનું પાઉચ બનાવવમાં આવે છે.
આ સર્જરી પછી વજન કેવી રીતે ઘટે છે ?
સર્જરી પછી જઠર ની ક્ષમતા જાય છે તેને લીધે થોડું ખાવામાં આવે તો પણ પેટ ભરાઈ જાય છે.
અમુક હોર્મોનલ ફેરફાર થાય છે જેને લીધે ભૂખ ઓછી લાગે છે અને ખાવાની ઈચ્છા નથી થતી
આ સર્જરી પછી વજનમાં કેટલો ઘટાડો થઈ શકે છે?
સર્જરી પહેલા દર્દી ના વજન પ્રમાણે લગભગ ૬૫ થી ૭૦ ટકા જેટલું વધારાનું વજન એક વર્ષના ગાળામાં સર્જરી પછી ઘટી શકે છે.
આ સર્જરી પછી વજન પાછું વધી શકે છે ?
લાંબા સમય સુધી વજનમાં ઘટાડો યોગ્ય ખોરાક અને નિયમિત કસરત દ્વારા જ મેળવી શકાય છે માટે સર્જરી કર્યા પછી આ બધી વસ્તુઓનો યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો વજન વધવાની શક્યતા ઓછી રહેલી હોય છે
આ સર્જરી પછી વજન ઘટવા સિવાય બીજા ક્યા ક્યા ફાયદા થાય છે.
વજન ઘટવાની સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસની તકલીફ, સાંધાનો દુખાવો, વંધ્યત્વ વગેરે વજન વધવા સાથે સંકળાયેલ બીમારીઓમાં રાહત થાય છે.